બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગથી વાહવાહ મેળવનારી પ્રિયંકા ચોપરા ગ્લોબલ ઈવેન્ટ્સ અને પોતાના નિવેદનોના કારણે છાશવારે ચર્ચામાં રહેતી હોય છે. અમેરિકી સિંગર નિક જોનાસ સાથે લગ્ન કર્યા બાદ પ્રિયંકાએ પોતાના દેખાવ અને કપડાંના કારણે ફેન્સને ચોંકાવી દીધા છે. હાલમાં જ થયેલી એક ઈવેન્ટ મેટ ગાલાની વાત કરીએ તેના ગેટ અપના કારણે પ્રિયંકા ખુબ ટ્રોલ થઈ હતી અને મીમ્સ બન્યા હતાં.
હાલ તેણે ઈન્સ્ટાઈલ મેગેઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. આ શૂટના કારણે પ્રિયંકા ફરીથી ટ્રોલ થઈ રહી છે. હકીકતમાં કવર પેજ માટે પ્રિયંકાએ જે તસવીર પડાવી છે તેમાં સાડી તો પહેરી છે પરંતુ બ્લાઉઝ પહેર્યું નથી. અભિનેત્રીનો આ પહેરવેશ તેના ફેન્સને બહુ ખાસ પસંદ આવ્યો નથી.
અત્રે જણાવવાનું કે થોડા સમયે અગાઉ જર્મનીના બર્લિનમાં પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન પોતાના કપડાંના કારણે પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ થઈ હતી. પરંતુ તે વખતે કોઈને એવો અંદાજ નહતો કે પ્રિયંકાને રાજકારણમાં પણ રસ છે. પરંતુ તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાના અને પતિ નિક વિશે તથા રાજકારણ અંગે વાત કરી. તેણે કહ્યું કે તે વડાપ્રધાન બનવા માંગે છે અને નિક જોનાસને રાષ્ટ્રપતિ પદની રેસમાં જોવા માંગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે